|
|||||||||||
![]() |
|||||||||||
| જયોતિ ગ્રામોઘોગ વિકાસ યોજના (માર્જીન મની યોજના) | |||||||||||
![]() |
|||||||||||
|
જયોતિગ્રામ યોજના
અંતર્ગત
રાજયના
ગામોને
૩-ફેઝ
વીજ
પુરવઠો
૨૪
કલાક
માટે
પૂરો
પાડવામાં આવે
છે.જેને
પરિણામે
ગ્રામીણ
લોકોને
પોતાના
જ
ગામમાં
રહીને
લધુ
ઉઘોગો,
કુટિર
ઉઘોગો,
અને
ગ્રામીણ
ઉઘોગો
સ્થાપી
આજીવિકા
મેળવવાની
નવી
તકો
પૂરી
પાડી
છે.
જયોતિ
ગ્રામોઘોગ
વિકાસ
યોજના (માર્જીન
મની
યોજના)માં ગ્રામીણ
વસ્તીમાં આવક
અને
ઉઘોગ
સાહસિકતાનું
સ્તર
ઊંચુ
આવે
અનેગ્રામીણ
બેરોજગાર
યુવાનો
માટે
રોજગારના વધુને
વધુ
નવા
માર્ગો
નિર્માણ
પામે
તે
માટે
વ્યકિતગત
કારીગરો
/ ઉઘોગ
સાહસિકો/
સ્વ
સહાય
જુથોને
ગ્રામ્ય
કક્ષાએ
કે
૨૦૦૦૦
કે
તેથી
ઓછી
વસ્તીવાળા
નગરમાં
રૂ.
૫
લાખથી
વધુ
અને રૂ.૨૫
લાખ
સુધીના
નવા
પ્રોજેકટ
માટે
જિલ્લા
ઉઘોગ
કેન્દ્ર
દ્વારા
લોન
અરજી
બેંક
ભલામણ
કરી
બેંક
મારફત
ધિરાણ
આપવામાં
આવે
છે.
પાત્રતાઃ
ઉંમરઃ-
લાભાર્થીની
ઉંમર ૨૫
થી
૫૦
વર્ષની
હોવી
જોઇએ.
શૈક્ષણીક
લાયકાતઃ-
ધોરણ
૧૦
પાસ
અને
નિયત
ધંધાનો
એક
વર્ષનો
અનુભવ.
આવકઃ-
કોઇ
મર્યાદા નહી
નાણાંકીય
સહાયઃ
રૂ. ૧૦ લાખ સુધીની
પરિયોજના માટે પરિયોજના ખર્ચના ૨૫ ટકા રાજ્ય સરકાર માર્જીનમની તરીકે પુરા પાડશે. રૂ.
૧૦ લાખથી રૂ. ૨૫ લાખ સુધીની પરિયોજના માટે રૂ. ૧૦ લાખના પરિયોજના ખર્ચના ૨૫ ટકા વત્તા
બાકીના પરિયોજના ખર્ચના ૧૦ ટકા લેખે માર્જીનમની પુરા પાડવામાં આવશે.
અનુસૂચિત જાતિ, અનુ.
જન જાતિ, સ્ત્રીઓ, ૪૦ ટકાથી વધુ શારીરીક રીતે વિકલાંગ વ્યક્તિઓ, માજી સૈનિકો, જેવા
લાભાર્થીઓ માટે માર્જીનમની અનુદાન રૂ. ૧૦ લાખ સુધીની પરિયોજના ખર્ચના ૩૦ ટકા રહેશે.
રૂ. ૧૦ લાખથી રૂ. ૨૫ લાખ સુધી અન્ય લાભાર્થીઓની જેમ પરિયોજના ખર્ચના ૧૦ ટકા લેખે માર્જીનમની
મળવા પાત્ર રહેશે.
બેંકની
શાખા તરફથી મંજુર કરેલ ધિરાણની પૂરેપુરી રકમની ચૂકવણી કરવામાં આવ્યા બાદ બેંક
તરફથી માર્જીનમની ક્લેઇમ મળ્યેથી ચૂકવવા પાત્ર માર્જીનમનીની રકમ બે વર્ષ સુધી કરજદારના
નામે કરજદારના ખાતામાં સરકારશ્રીની અનામત થાપણ તરીકે રાખવાની રહેશે. બે
વર્ષ
બાદ
જે
તે
યુનીટ
સફળતા
પૂર્વક
ચાલુ
હોવા
અંગે
જનરલ
મેનેજર,
જિલ્લા
ઉઘોગ
કેન્દ્ર
દ્વારા
ખરાઇ
કરી
બેંકને
પ્રમાણપત્ર
આપવાનું
રહેશે.
ત્યારબાદ
બેંક
માર્જીન મનીની
રકમ
કરજદારના
ખાતામાં
જમા
લઇ
શકશે.
સંપર્કઃ
સબંધિત
જિલ્લા
ઉઘોગ
કેન્દ્ર
ફોર્મઃ
નીચે
પ્રમાણેનું
ફોર્મ
ભરી
તમામ
સાધનિક
કાગળો
સાથે
ફોર્મ
આપના
જિલ્લાના
જિલ્લા
ઉઘોગ
કેન્દ્રમાં રજૂ
કરવાનું
રહેશે. |
|||||||||||
જયોતિ ગ્રામોઘોગ વિકાસ યોજનાનું ફોર્મ
|
|||||||||||