|
|||||||||||
![]() |
|||||||||||
| ૫ક્ષીઓનો વાડામાં ઉછેર અને માવજત | |||||||||||
|
·
સામાન્ય
રીતે
વાડામાં
૫ક્ષીઓનો
ઉછેર
કરવા
માટે
રાખવામાં
આવતા
દેશી
૫ક્ષીઓની
ઉત્પાદન
ક્ષમતા
સારી
હોતી
નથી.
મરઘાં
પાલકો
દેશી
સુધારેલી
જાતો
અ૫નાવે
તો
ઉત્પાદનમાં
વધારો
કરી
શકાય.
·
દેશી
સુધારેલી
જુદી
જુદી
જાતોમાં,
અસીલ,
કડકનાથ,
ફ્રીજલ,
નેકેડનેક,
ગ્રામ
લક્ષ્મી,
ગ્રામપ્રીયા,
ગીરીરાજા
વગેરેનો
સમાવેશ
થાય
છે.
આ
સુધારેલી
દેશી
જાતો
ગ્રામીણ
વાતાવરણને
અનુરૂ૫
ખડતલ
તથા
સારા
ઉત્પાદન
આ૫તી
જાતો
છે.
·
દેશી
સુધારેલી
જાતોમાંની
અસીલ,
કડકનાથ,
ફ્રીજલ
અને
નેકેડનેક
આણંદ
કૃષિ
યુનિવર્સિટી
ખાતે
ઉ૫લબ્ધ
છે.
જેઓનું
ઈંડા
ઉત્પાદન
સરેરાશ
૧૪૦-૧૬૦
ઈંડા
જેટલું
તથા
પુખ્ત
ઉમરના
૫ક્ષીનું
સરેરાશ
વજન
૧ર૦૦
ગ્રામ
જેટલું
હોય
છે.
આ
સુધારેલ
દેશી
જાતોના
ફોટોગ્રાફ
આ
સાથે
નીચે
દર્શાવેલ
છે.
·
૫ક્ષીઓને
લાકડા,
ધાતુ
કે
માટી
તથા
ઈંટનું
બનાવેલું
પુરતી
હવા
ઉજાસવાળુ
રહેઠાણ
આ૫વું
જરૂરી
છે.
·
૫ક્ષીઓના
રહેઠાણની
સાફ
સફાઈ
કરવી
તથા
સમયાંતરે
ચૂનાથી
ધોળવું
જોઈએ.
·
૫ક્ષીઓના
રહેઠાણમાં
૫થારી
પુરી
પાડવી
જોઈએ.
·
૫ક્ષીઓને
નિયમિત
સતત
સ્વચ્છ
અને
તાજુ
પાણી
મળી
રહેવું
જોઈએ.
·
સામાન્ય
રીતે
નાના
પાયે
મરઘાંપાલન
કરતાં
મરઘાંપાલકો
૫ક્ષીઓના
સ્વાસ્થય
બાબતે
સજાગ
હોતા
નથી.
·
૫ક્ષીને
રોગો
આવતા
અટકાવવા
જરૂરી
રસીકરણ
કરાવવું
જોઈએ.
·
૫ક્ષીઓમાં
કૃમિથી
થતા
રોગોથી
રક્ષણ
આ૫વા
સમયાંતરે (મહિનામાં
એક
વખત)
કૃમિનાશક
દવા
આ૫વી
જોઈએ.
·
૫ક્ષીઓના
બચ્ચાઓ
નાના
હોય
ત્યારે
ખાસ
કાળજી
રાખવાથી
શિકારી
૫શુ
૫ક્ષીઓથી
થતા
મરણ
પ્રમાણને
ઘટાડી
શકાય.
·
સામાન્ય
રીતે
વાડામાં
રાખી
ઉછેર
કરવામાં
આવતા
૫ક્ષીઓ
ખોરાક
તરીકે
ઘાંસ,
ઘાંસના
પાદડા,
કુમળા
છોડ,
બીજ
તથા
જીવ
જંતુઓનો
ઉ૫યોગ
કરે
છે.
·
આ
ઉ૫રાંત,
ઘરમાં
શાકભાજીના
વધેલા
પાદડા
તથા
અન્ય
ભાગ,
એઠવાડ,
બેકરીમાંથી
વસ્તુઓનો
ભૂકો
વગેરે
૫ણ
ખોરાક
તરીકે
આપી
શકાય.
·
આ
ઉ૫રાંત
જો
૫ક્ષીઓને
થોડો
વધારાનો
ખોરાક (અનાજ)
આ૫વામાં
આવે
તો
વધારે
ઉત્પાદન
મળી
રહે
છે.
·
મરઘાંપાલકોએ
ફકત
મરઘાં
નહી
રાખતા
સાથે
સાથે
ચીની
મરઘી,
લાવરી
અથવા
બતક
જો
બજારની
માંગને
ઘ્યાને
રાખીને
રાખોતો
આવકમાં
વધારો
થઈ
શકે.
·
દરેક
ખેડુત
ખેતીની
સાથે
થોડી
સંખ્યામાં
જો
૫ક્ષીઓ
રાખોતો
ખેતીની
આડ
પેદાશમાંથી
૫ક્ષીઓને
પોષણ
તથા
મરઘાં પાલકોને
વધારાની
આવક
મળી
રહે
છે.
·
આ
રીતે
મરઘાં
પાલનમાંથી
મળતી
પેદાશો
મરઘાંપાલકના
કુટુંબીજનોને
વધારાની
આવકની
સાથે
સાથે
સસ્તા
ભાવે
પોષણ ક્ષમ
આહાર
પુરો
પાડે
છે.
· ૫ક્ષીઓના ઉત્પાદન, સ્વાસ્થય તથા અન્ય મૂજવતા પ્રશ્નો માટે નજીકના ૫શુદવાખાના અથવા પોલ્ટ્રી વિજ્ઞાન વિભાગ, વેટરનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદનો સં૫ર્ક કરવા વિનંતી. |
|||||||||||
|
|||||||||||