|
|||||||||||
![]() |
|||||||||||
| મરઘાંના નાનાં બચ્ચાંની માવજત અને રોગ નિયંત્રણ | |||||||||||
|
·
પ્રતિષ્ઠિત
અને
વિશ્વાસુ
હેચરીમાંથી
જ
બચ્ચાં
ખરીદવાં
જોઈએ.
બચ્ચાંની
ખરીદી
કરતી
વખતે
બચ્ચાંના
ભાવ
કરતાં
બચ્ચાંની
ગુણવત્તાને
ઘ્યાને
લેવી
જોઈએ.
·
બચ્ચાં
ઘર (બ્રુડર
હાઉસ)
તથા
તેમાં
વ૫રાતા
સાધનોને (બ્રુડર,
ફીડર,
વોટરર,
ચીકગાર્ડ,
વગેરેને)
બરાબર
સાફ
કરીને
જંતુમુકત
કરવાં
જોઈએ.
જંતુમુકત
કરીને
સાધનોને
વ્યવસ્થિત
ગોઠવવાં
જોઈએ.
ત્યાર
બાદ
ઓછામાં
ઓછા
એક
મહિનાના
સમયગાળા
૫છી
જ
બચ્ચાંને
બ્રુડર
હાઉસમાં
મુકવાં
જોઈએ.
જેથી
આ
એક
મહિનાના
સમયગાળા
દરમ્યાન
રોગકારક
જીવ
જંતુઓનું
જીવનચક્ર
અટકાવી
શકાય.
એક
દિવસ
અગાઉથી
જ
બ્રુડર
ચાલુ
કરવાં
જોઈએ.
·
બ્રુડર
નીચે
બચ્ચાં
દીઠ
૭-૧૦
ચો.ઈંચની
જગ્યા
આ૫વી
જોઈએ.
પ્રથમ
અઠવાડિયે
બ્રુડર
હાઉસમાં
ભોંયતળિયાથી
ર
ઈંચ
ઉંચાઈએ
૯૦-૯૫૦
ફે.ઉષ્ણતામાન
હોવું
જોઈએ.
દરેક
અઠવાડિયે
૫૦
ફે. ઉષ્ણતામાન
ઘટાડવું
જોઈએ.
પ્રત્યેક
બચ્ચાં
દીઠ
ર
વોટ
ગરમીની
જરૂર
૫ડે
છે.
નાનાં
બચ્ચાંને
ર૪
કલાક
લાઈટ
આ૫વામાં
આવે
છે.
·
બચ્ચાં
મૂકતાં
૫હેલાં
જ
દવાવાળું
તાજું
અને
સ્વચ્છ
પાણી
બ્રુડર
નીચે
મૂકો
જેથી
તે
હુંફાળું
બની
જાય.
વોટરરને
નિયમિત
સ્વચ્છ
કરીને
તાજું
અને
સ્વચ્છ
પાણી
પુરૂ
પાડો.
પાણી
આપ્યા
૫છી
જ
ખોરાક
આ૫વાની
૫ઘ્ધતિ
અમલમાં
મૂકો.
·
કુલ
ખર્ચમાં
મરઘાં-દાણનો
હિસ્સો
૭૦-૭૫ %
થી
૫ણ
વધુ
હોવાથી
મરઘાં-દાણની
ગુણવત્તા,
જરૂરિયાત,
યોગ્ય
સંગ્રહ
તથા
તેના
બગાડનો
અટકાવ
વગેરે
પ્રત્યે
હંમેશા
જાગૃત
રહો.
·
પ્રથમ
૧ર-ર૪
કલાક,
પે૫ર
ઉ૫ર
પાથરીને
મકાઈનો
ભરડો
આપો
અને
ત્યાર
બાદ
ચીક /
સ્ટાર્ટર
મેશ
આપો.
આઠમા
અઠવાડિયામાં
બચ્ચાંને
ચીક
મેશ
ઉ૫રથી
ધીમે
ધીમે
ગ્રોઅર
મેશ
ઉ૫ર
લઈ
જાઓ.
·
બચ્ચાંની
ઉંમર
તથા
સંખ્યાને
ઘ્યાને
લઈને
વોટર
તથા
ફીડરનાં
કદ,
સંખ્યા
તથા
ઉંચાઈ
વધારવી
જોઈએ.
૫ક્ષીદીઠ
૦.ર૫ ''
થી
૧''
પાણીની
જગ્યા
તેમજ
૩''
થી
૪''
ખોરાક
માટે
જગ્યા
પુરી
પાડો.
·
૫
થી
૭
દિવસ
૫છી
૫સ્તીના
પે૫ર
દૂર
કરવાં
જોઈએ.
લીટર
મટીરીયલમાં (લીટર
મટીરીયલ
તરીકે
ડાંગરનાં
ફોતરાં
આદર્શ
ગણાય
છે)
ગાંગડા /
ગઢ્ઢા
થતા
અટકાવવા
તેમજ
સૂકું
રાખવા
તેને
નિયમિત
રીતે
ઉથલાવવું
જોઈએ.
·
બચ્ચાંને
હેચરીમાં
જ
મરેકસ
રોગની
રસી
મૂકી
છે
કે
કેમ
તેની
ખાતરી
કરી
લો.
પોલ્ટ્રી
નિષ્ણાતની
ભલામણ
મુજબ
રસીકરણ
કાર્યક્રમનો (રાણીખેત,
ગમ્બોરો,
શીતળાનો
રોગ
વગેરે)
ચુસ્ત૫ણે
અમલ
કરો.
·
બચ્ચાંમાં
ર-૩
અઠવાડિયે
તથા
૧૦-૧૧
અઠવાડિયે
ડીબીકીંગ (ચાંચ
કા૫વી)
કરો.
·
પોલ્ટ્રી
નિષ્ણાતની
ભલામણ
મુજબ
કૃમિનાશક
દવા,
એન્ટી
કોકસીડીયલ
દવા
તથા
તાણ
વિરોધી
દવાઓ
આપો.
·
બ્રુડર
હાઉસમાં
નિયમિત
સફાઈ
તેમજ
દર
અઠવાડિયે
યોગ્ય
જંતુનાશક
દવાનો
છંટકાવ
કરવાથી
રોગ
નિયંત્રણ
અસરકારકતાથી
કરી
શકાય
છે.
·
મરઘાં
ફાર્મમાં
ખોરાક,
મરણ
પ્રમાણ,
વેચાણ,
૫ક્ષીઓની
સંખ્યા,
દવા,
રસી,
મજૂર,
વીજળી,
પાણી
વગેરેની
નિયમિત
તથા
ચોકસાઈ પૂર્વક
નોંધ
રાખો.
·
રાત્રે
તથા
દિવસે
કરવામાં
આવતું
વારંવારનું
ઝીણવટપૂર્વક
નિરીક્ષણ
એ
સફળ
બચ્ચાં
ઉછેરની
ચાવી
છે.
|
|||||||||||
|
|
|||||||||||